Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ઈસરોને મળ્યુ 'વિક્રમ'નુ લોકેશન, ઓર્બિટરે ખેંચી તસવીર

💥ઈસરોને મળ્યુ 'વિક્રમ'નુ લોકેશન, ઓર્બિટરે ખેંચી તસવીર

નવી દિલ્હી, તા. 8 સપ્ટેમ્બર 2019, રવિવાર

💥ચંદ્રયાનનુ લેન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટીથી બે કિમી દૂર હતુ અને તે જ વખતે તેણે ધરતી સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.

💥એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ઈસરોને લેન્ડર 'વિક્રમ'નુ લોકેશન મળી ગયુ છે. ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરી રહેલા ઓર્બિટરે હાઈ રિઝોલ્યુશન કેમેરા વડે તેની તસવીર પણ લીધી છે. જોકે, લેન્ડર સાથે કોઈ સંપર્ક સ્થાપી શકાયો નથી. હાલમાં 'વિક્રમ' લેન્ડર લેન્ડિગં માટે જે જગ્યા નક્કી થઈ હતી તેનાથી 500 મીટર દુર પડ્યુ છે.

💥ઈસરોના વૈજ્ઞાનિકો લેન્ડર 'વિક્રમ'ને સંદેશો મોકલવાની સતત કોશિશ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોને લાગે છે કે, કદાચ તેની કોમ્યુનિકેશન સિસ્ટમને ઓન કરી શકાય.

💥'વિક્રમ' અને તેની અંદર રહેલુ રોવર 'પ્રજ્ઞાન' ભવિષ્યમાં કામ કરી શકશે કે નહી તે તો ડેટા એનાલિસિસ બાદ જ ખબર પડી શકશે


एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

Featured post

26 December 2024 Current Affairs in English & Hindi